સબઅર્બન કૂક કાઉન્ટીનો કોઈપણ નોંધણી થયેલ મતદાતા આ ઓનલાઇન અરજીનો ઉપયોગ કરીને ટપાલ મતપત્રક માટે વિનંતી કરી શકે છે. એક વાર અમે તમારી અરજીની ખરાઈ કરી લઈએ પછી, અમે તમે જે ટપાલનું સરનામું આપો તેના પર એક કાગળ વાળું મતપત્રક મોકલશું. અરજી કરવાની સમયસીમા ચૂંટણીના પાંચ દિવસો પહેલાં સુધી છે.

આ અરજી પૂરી કરવા, તમારે આમની જરૂર પડશે:

  • તમારું ડ્રાઇવર્સ લાઇસન્સ અથવા રાજ્ય ઓળખ ક્રમાંક અથવા તમારા સોશિયલ સિક્યુરિટી નંબરના છેલ્લા ચાર આંક;
  • તમારા સોશિયલ સિક્યુરિટી ક્રમાંકના છેલ્લા ચાર આંકડા;
  • એ સરનામું જ્યાં તમે તમારું મતપત્રક ટપાલમાં મોકલાય તેમ ઇચ્છો છો; અને
  • એક ઈ-મેલ અડ્રેસ.

જો તમારી પાસે આમનામાંથી એક વસ્તુ ન હોય, તો તમે એક ટપાલ મપત્રક અરજી ડાઉનલોડ, પ્રિન્ટ અને સહી કરી શકો છો તથા તેને કૂક કાઉન્ટી ક્લર્કની ઑફિસે મોકલી શકો છો.

કૃપા કરીને નોંધશો: ટપાલ મતપત્ર મેળવવા માટે ખોટું નિવેદન આપવું અથવા કોઈને આવું કરવા માટે સલાહ આપવી એ મત અંગેની છેતરપીંડી ગણાય છે, તે પાંચ વર્ષ સુધીની કેદની સજાને પાત્ર દીવાની ગુનો છે. મત અંગેની છેતરપીંડીની જાણ કરવા, 312.603.0942 પર કૉલ કરો.

અરજી સુપ્રત કર્યા પછી, મતદાતાને તેના અથવા તેણીના નોંધણી થયેલા સરનામાં પર, અથવા મતદાતાએ વિનંતી કરેલા ટપાલના સરનામાં પર એક મતપત્રક પ્રાપ્ત થશે, અને આવું મતપત્રક પૂર્ણ કરીને ચૂંટણીના દિવસથી મોડું ન હોય તે રીતે પરત કરવું જરૂરી છે.

જો મતદાતાને આધિકારિક મતપત્રક ન મળે, અથવા મતદાતાને પ્રશ્નો હોય, તો મતદાતા Cook County Clerkને [email protected] પર ઈ-મેલ કરી શકે છે અથવા 312.603.0946 પર કૉલ કરી શકે છે.

એક મતદાતા તેમના આધિકારિક મતપત્રની Cook County Clerkને દ્વારા પ્રાપ્ત કરાયા હોવાની પુષ્ટિ મતદાતા માહિતી સાધન ના "મારા ટપાલ મતપત્રની સ્થિતિ શું છે” વિકલ્પનો ઉપયોગ કરીને અથવા 312.603.0946 પર કૉલ કરીને કરી શકે છે.

શું તમે સૈન્ય અથવા વિદેશ રહેતાં મતદાતા છો?